રાજકોટમાં ફરી એક વખત ઘટી હિટ એન્ડ રનની ઘટના, એક જ પરિવારના ચાર સભ્યો ઈજાગ્રસ્ત

Update: 2017-03-02 03:25 GMT

રાજકોટમાં રાત્રીના 9.30 કલાકે શહેરના યુનિવર્સિટી રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો. સેન્ટ્રો કાર ચાલકે નશાની હાલતમાં એકટીવા પર સવાર એક જ ઘરના ચાર સભ્યોને પાછળથી ટક્કર મારતા ચારેય સભ્યોએ રોડ પર પછડાયા હતા .પરિવાર ના ચારેય સભ્યોને મુંઠ માર તેમજ સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી. ઈજા પહોંચતા તાત્કાલિક ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓએ 108ને બોલાવી ચારેય સભ્યોને ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડયા હતા

બનાવ વખતે ત્યા સ્થળ પર હાજર રહેલા પ્રત્યક્ષદર્શીઓએ જોયુ હતુ કે ઘટનાને અંજામ આપ્યા બાદ કાર ચાલક પોતાની કાર મૂકી ભાગી છુટ્યો હતો. તો બીજી તરફ તે નશાની હાલાતમાં ધુર્ત હોવાનુ પણ નજરે દેખાઈ રહ્યુ હતુ.ત્યાર બાદ પોલિસે ઘટના સ્થળ પર પહોંચી સેન્ટ્રો કારની તપાસ કરતા કાર માંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી.

Similar News