રાજકોટ માં યુવતીનું પર્સ આંચકી ને બે ચીલઝડપ કારો ફરાર

Update: 2016-12-21 07:59 GMT

 

રાજકોટ માં એક યુવતી પોતાના મોપેડ પર આવીને માર્ગ પર ઉભી રહે છે અને અચાનક એક બાઈક પર બે શખ્સો ત્યાં ધસી આવીને યુવતીનું પર્સ આંચકીને ફરાર થઇ જાય છે.આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

રાજકોટના અમિન માર્ગ પર ચીલ ઝડપનો બનાવ સામે આવ્યો હતો. ધારા પોપટ નામની યુવતી ખીરૂ લેવા જતી હતી ત્યારે તે પોતાનુ એકટીવા ઉભુ રાખે કે તરત જ એક બાઈક પર સવાર બે યુવાનો સમડી વેગે આવી તેનુ પર્સ આંચકીને ફરાર થઇ જાય છે. જે પર્સમાં 6000 રોકડા,મોબાઈલ અને લેપટોપ હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે.

પોલીસે સીસીટીવી ના ફૂટેજના આધારે તપાસ નો ધમધમાટ આરંભ્યો છે.

 

Similar News