રાજપીપળામાં છાત્રાલયની બાળાઓને ખોરાકી ઝેરની ઘટનામાં કેન્દ્રીય આદિજાતિ આયોગની ટીમે કરી તપાસ

Update: 2017-12-17 12:39 GMT

રાજયનાં આદિજાતિ વિભાગ સંચાલિત રાજપીપળાની લો લિટરસી કન્યા છાત્રાલય શાળામાં ગત સપ્તાહે 147 બાળાઓને સવારે દૂધ અને વટાણાનો નાસ્તો કર્યા બાદ તુરંત ફૂડ પોઇઝનિંગની અસર વર્તાઈ હતી.

જેના પરિણામે બાળાઓને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. ત્યારબાદ આ મામલે ભારે વિવાદ ઉભો થયો હતો. જોકે કોઈ જાનહાની થવા પામી ન હતી.

ઘટનાની ગંભીરતાને પારખીને કેન્દ્રીય આદિજાતિ આયોગનાં સભ્ય હર્ષદભાઈ વસાવાએ પોતાની તપાસ ટીમ સાથે શાળાની મુલાકાત લીધી હતી. અને બાળાઓને આપવામાં આવતી સુવિધાઓ સહિતની જાતમાહિતી મેળવી હતી. ત્યારબાદ બાળાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

Tags:    

Similar News