રાષ્ટ્રમાં સમૃધ્ધ સકારાત્મક પરિવર્તન જોવા માંગો છો તો થાક્યા વગર આગળ વધો; અમિત શાહ

Update: 2017-08-19 06:53 GMT

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભોપાલની ત્રણ દિવસીય મુલાકાત પર છે, તેઓએ આ મુલાકાત દરમિયાન ધારાસભ્યો સાંસદો અને કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરી હતી.

ભોપાલનાં ત્રણ દિવસની મુલાકાત દરમિયાન અમિત શાહે પાર્ટીનાં કોર ગ્રુપનાં સભ્યો, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા અધ્યક્ષોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા જણાવ્યુ હતુ કે સંગઠનનાં કાર્યકર્તાઓ ને હવે આરામ કરવાનો અધિકાર નથી. વધુમાં શાહે જણાવ્યું હતુ કે આ રાષ્ટ્રમાં સમૃધ્ધ સકારાત્મક પરિવર્તન જોવા માંગો છો, તો આપણે થાક્યા વગર, અટક્યા વગર આગળ વધવું પડશે.

અમિત શાહે ભાજપ સત્તામાં પાંચ દસ વર્ષ માટે નહિં પરંતુ 50 વર્ષ માટે આવ્યું છે અને આ વિચાર અને વિશ્વાસ સાથે આગળ વધવા માટે કાર્યકર્તાઓ ને તેઓએ તનતોડ મહેનત કરવા માટેનું આહવાન કર્યુ હતુ.

Similar News