રિલાયન્સ જ્વેલ્સે વેલેન્ટાઇન્સ ડે સ્પેશ્યલ કલેક્શન “બીલવ્ડ” લોંચ કર્યું

Update: 2019-02-11 12:03 GMT

મુંબઈ, ફેબ્રુઆરી 11, 2019: ભારતની સૌથી વધુ ભરોસાપાત્ર જ્વેલરી બ્રાન્ડમાં સ્થાન પામતી રિલાયન્સ જ્વેલ્સે વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે બીલવ્ડ કલેક્શનન લોંચ કર્યું છે. પરંપરાગત લાલ રંગ અને હૃદયના આકારના આભૂષણો રજૂ કરવાને બદલે રિલાયન્સ જ્વેલ્સે વેલેન્ટાઇન્સ ડેનું મહત્વ સમજાવતા સંદેશા અને લાગણીઓને ધ્યાનમાં રાખીને બીલવ્ડ કલેક્શન લોંચ કર્યું છે. બીલવ્ડ કલેક્શન સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં રિલાયન્સ જ્વેલ્સ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="84037,84038,84039,84040,84041,84042,84043,84044,84045,84046,84047,84048,84049,84050,84051,84052,84053,84054"]

મધમાખીની લાક્ષણિકતાઓથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલું આ કલેક્શન આજની અસરકારક રીતે વર્ક-લાઇફ બેલેન્સ જાળવવાની સાથે-સાથે તમામ અડચણોને પાર કરવાની તાકાત અને ઊર્જા ધરાવતી અને જીવનની દરેક ક્ષણને માણનારી નારીને સમર્પિત છે. આ કુશળતાથી નિર્માણ કરાયેલા આ કલેક્શનમાં અવિસ્મરણીય ડાયમંડ પેન્ડેન્ટ સેટ્સ, એરિંગ્સ અને રિંગનો સમાવેશ થાય છે, જે વ્યક્તિના જીવનની ખાસ ક્ષણોને ચમકાવે છે અને તેની કિંમત માત્ર રૂ.10,000થી શરૂ થાય છે. આ મનમોહક માસ્ટરપીસ દેશના તેમામ રિલાયન્સ જ્વેલ્સ ફ્લેગશીપ શોરૂમમાં જ ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે.

રિલાયન્સ જ્વેલ્સ શોરૂમમાં વેડિંગ કલેક્શનથી માંડીને દૈનિક ધોરણે પહેરવામાં આવતા આકર્ષક હીરાના આભૂષણો 20 ટકા સુધીના ડિસ્કાઉન્ટે ફેબ્રુઆરી 24, 2019 સુધી ઉપલબ્ધ છે.

આ સ્પેશ્યલ કલેક્શન અંગે રિલાયન્સ જ્વેલ્સના સી.ઇ.ઓ. શ્રી સુનિલ નાયકે જણાવ્યું હતું કે, “મધમાખીની લાક્ષણિકાતઓથી પ્રેરિત વેલેન્ટાઇન કલેક્શન બીલવ્ડને લોન્ચ કરતાં અમે ઉત્તેજના અને જોશ અનુભવીએ છીએ અને તેને તાકાત, સમર્પણ અને ઊર્જાના પ્રતિક એવી આજની મહિલાઓને સમર્પિત કરીએ છીએ. આપના પ્રિયપાત્ર માટે આ આદર્શ અને બિનપરંપરાગત ભેટ બની રહેશે.”

Similar News