લોઢા પેનલ મામલે SCએ BCCI પ્રત્યે અપનાવ્યું કડક વલણ

Update: 2016-10-21 10:35 GMT

સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે BCCI અને રાજ્યો વચ્ચે આર્થિક લેણદેણ અટકાવી દેવામાં આવશે. તેથી હવે બોર્ડ રાજ્યોના ક્રિકેટ બોર્ડને પૈસા નહી આપી શકે.

લોઢા કમિટીની ભલામણોને લાગુ કરવામાં આનાકાની કરી રહેલા BCCI વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા ઉપર મુજબનો ચુકાદો આપ્યો હતો.

કોર્ટે જણાવ્યું હતું કે જ્યાં સુધી લોઢા સમિતિની ભલામણોને સ્વીકારી ન લેવામાં આવે ત્યાં સુધી મેચના હેતુ માટે પણ રાજ્ય ક્રિકેટ એસોસિએશનને પૈસા ચૂકવવામાં નહી આવે. કોર્ટે BCCIને આદેશ કર્યો હતો કે તે લોઢા સમિતિની ભલામણોને કેવી રીતે લાગુ કરશે તે અંગેનું એફિડેવિટ બે સપ્તાહમાં દાખલ કરે.

તેમજ કોર્ટે લોઢા પેનલને એક સ્વતંત્ર ઓડિટરની નિયુક્તિ કરવા કહ્યું હતું. જે BCCIના ખાતાઓની તપાસ કરે. કોર્ટે BCCI ચીફ અનુરાગ ઠાકુરને વ્યક્તિગત રીતે લોઢા પેનલને મળી ભલામણો કેવી રીતે લાગુ કરવી તે અંગે ચર્ચા વિચારણા કરવા આદેશ કર્યો હતો. કોર્ટે લોઢા પેનલને BCCIની આર્થિક લેણદેણ પર અંકુશ મૂકવા પણ આદેશ કર્યો હતો.

Similar News