વડાપ્રધાન મોદી આજે સિક્કિમના પાકયોંગ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદ્ધાટન કરશે

Update: 2018-09-24 04:27 GMT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (24 સપ્ટેમ્બર) સિક્કિમને તેનું એકમાત્ર એરપોર્ટની ભેટ આપશે. સોમવારે પીએમ તેનું ઉદ્ધાટન કરી તેને લોકોને સમર્પિત કરશે. આ માટે પીએમ મોદી રવિવારે તેમના બે દિવસીય પ્રવાસ માટે સિક્કિમ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી બાગડોગરાથી એમઆઇ-8 હેલિકોપ્ટરથી ત્યાં પહોંચ્યા અને સેનાના લિબિંગ હેલીપેડ પર રાજ્યપાલ ગંગા પ્રસાદ, મુખ્યમંત્રી પવન ચામલિંગે મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યાં સેનાએ તેમને સલામી રક્ષક પ્રસ્તુત કર્યા હતા.

મોદી તેમના બે દિવસીય પ્રવાસ દરમિયાન સોમવારે ગંગટોકથી 33 કિલોમીટર દૂર આવેલા પાકયોંગ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદ્ધાટન કરશે. પીએમ મોદી એરપોર્ટનું ઉદ્ધાટન કર્યા બાદ પાકયોંગમાં સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં લોકોને સંબોધિત કરશે. સેનાના હેલીપેડથી પ્રધાનમંત્રીનો કાફલો લગભગ પાંચ કિલોમીટરનો પ્રવાસ કરી રાજ્યભવન પહોંચ્યા હતા જ્યાં મોદીએ રાત્રી રોકાણ કર્યું હતું. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો વરસાદ હોવા છતાં રોડની બન્ને બાજૂ ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રીએ રાજ્યભવનમાં ભાજપના નેતાઓ અને જુદા-જુદા સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.

 

 

Similar News