વડાપ્રધાન મોદી ચેન્નઈમાં આજથી શરૂ થતા ડિફેન્સ એક્સપોનું ઉદ્ધઘાટન કરશે 

Update: 2018-04-11 04:11 GMT

ચેન્નઇમાં આજથી ચાર દિવસીય ડિફેન્સ એક્સપોની શરૂઆત થઇ રહી છે. જેનું ઉદ્ઘઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 એપ્રિલના રોજ એટલે કે આજે કરશે. ચાર દિવસ સુધી ચાલનારા આ ડિફેન્સ એક્સપોમાં 47 દેશોની 670 જેટલી કંપનીઓ ભાગ લઇ રહી છે.

તમિલનાડુની રાજધાની ચેન્નઇમાં 14 એપ્રિલ સુધી ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ચેન્નઇના તિરૂવિદાતાઇમાં આયોજીત ડિફેન્સ એક્સની આ ચાલુ વર્ષે 10મી આવૃતિ છે.

આ કાર્યક્રમમાં ભારતની ડિફેન્સ પબ્લીક સેક્ટરની કંપનીઓ ઉપરાંત 47 દેશોની કંપનીઓ ભાગ લઇ રહી છે. ડિફેન્સ એક્સપોમાં આશરે 670 એવી કંપનીઓ સામેલ થઇ રહી છે જે રક્ષા ઉત્પાદન તૈયાર કરે છે. જેમાં 154 વિદેશ ઉત્પાદકો પણ સામેલ છે. અમેરિકા, બ્રિટન, રશિયા, અફઘાનિસ્તાન, સ્વિડન, ફિનલેન્ડ, ઇટાલી સહિત ઘણા અન્ય દેશોની મોટી કંપનીઓ અહીં પોતાના ઉપકરણોનું પ્રદર્શન કરશે

 

 

Tags:    

Similar News