વડોદરા - ભરૂચ વચ્ચેના ટોલ ટેક્સમાં વધારો

Update: 2017-07-01 05:49 GMT

1 જુલાઈ થી દેશમાં અમલી બની રહેલા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ( જીએસ ટી) ની સાથો સાથ, હાઇવે પરના ટોલ પ્લાઝા ખાતે વાહનો પાસેથી વસુલાતા ટોલ દરમાં પણ વધારા સાથે અમલી બન્યો છે.

વડોદરા ભરૂચ વચ્ચેના સિક્સ લેન હાઇવે પરના કરજણ નજીકના ભરથાણા ગામ પાસેના ટોલ પ્લાઝા ખાતે આજથી લાગુ પડનાર નવા દરમાં કાર પર જૂનો દર 85 રૂપિયા હતો તે વધીને નવો દર રૂ 90 થયો, એલવીસી મિનિબસ પર જૂનો દર 150 રૂપિયા હતો તે વધીને નવો રદ રૂ 160 થયો છે, જ્યારે ટ્રક, બસના જૂનો દર 295 રૂપિયા હતો, તે વધીને 315 રૂ કરવામાં આવ્યો છે તેમજ મલ્ટી એક્સલ વાહનનો જૂનો દર 480 રૂ હતો તે વધારીને 505 રૂપિયા કરવામાં આવ્યો છે.

 

Tags:    

Similar News