વાગરા : નર્મદા કેનાલના રસ્તા પર વાહનો અને રાહદારી માટે “ NO ENTRY ”

Update: 2019-12-02 15:57 GMT

વાગરાની મેઈન કેનાલના માર્ગ પરથી રાહદારીઓ અને ખાનગી વાહન ચાલકોના પસાર થવા પર નર્મદા નિગમે પ્રતિબંધ ફરમાવી દેતાં લોકોમાં રોષ જોવા મળી રહયો છે. કેનાલના સમારકામ માટે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહયું છે. રાહદારીઓ અને ખાનગી વાહન ચાલકોએ કેનાલના રસ્તાનો ઉપયોગ નહિ કરવાના નિર્ણયના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડશે. આ માર્ગનો ઉપયોગ કરી ખેડૂતો પોતાના ખેતરોમાં જાય છે.

પ્રવેશ નિષેધના બોર્ડ લાગતા ખેડૂતોને તેમના ખેતરોમાં જવાની તકલીફ પડશે. તંત્રએ ફેર વિચારણા કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો જોઈએ એમ વહિયાલના ખેડૂત અગ્રણી દિપકસિંહ રાજે જણાવ્યુ હતું. વાગરા તાલુકાની મુખ્ય અને પેટા નહેરોમાં પાણી નહિ આવતા અને સમારકામ મુદ્દે ખેડૂતોએ ત્રણ દિવસ અગાઉ રોષ ઠાલવ્યો હતો. જે સામે નર્મદા નિગમનું તંત્રએ જાણે પૂર્વગ્રહ રાખી કામ કરતું હોવાના આક્ષેપો પણ ખેેડુતો કરી રહયાં છે.

Tags:    

Similar News