વાગરાના ખડખંડાલી પાસેથી સ્ટેટ વિજિલન્સે વિદેશી શરાબનો જથ્થો ઝડપી પડયો

Update: 2017-04-05 14:06 GMT

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ખડખંડાલી ગામ નજીક થી સ્ટેટ વિજિલન્સે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતા બુટલેગર આલમમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ભરૂચ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારીયાઓ અને બુટલેગરોને સાણસામાં લીધા છે.વાગરા ના ખડખંડાલી ગામની સીમમાં આવેલ ઝાડી ઝાંખરામાં સંતાડેલ વિદેશી દારૂની ૫૦૦ જેટલી વિદેશી દારૂની પેટીઓ જેની અંદાજિત કિંમત લાખો રૂપિયામાં થવા જાય છે.એક આયશર ટેમ્પો અને વીનજર વાન મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ સ્ટેટ વિજિલન્સે ઝડપી લીધો છે.
જોકે ઘટના સ્થળેથી આયશર ટેમ્પાનો ચાલક સહિત અન્ય લોકો ફરાર થવામાં સફળ રહયા હતા.જ્યારે વાગરા પોલીસ ઊંઘતી રહી અને રાજ્યની મોનીટરીંગ સેલે દારૂનો મસમોટો જથ્થો પકડી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પણ શંકા દાયરામાં આવી ગઈ છે.
દરોડાની કામગીરીમાં વિજિલન્સના પી.આઈ. એમ.જે. ક્રિશ્ચિયન તેમજ અન્ય પોલીસ જવાનો અને એસ.આર.પી.ના જવાનો જોડાયા હતા.સ્ટેટ મોનીટરીંગ સેલના પી.આઈ. એમ.જે શ્ચિયનના જણાવાયા અનુસાર ઝડપાયેલ દારૂનો જથ્થો બુટલેગર મુન્નાનો તેમજ તેનો કટિંગ માસ્ટર અજિત ઉર્ફે એંજિયો હોવાની વિગતો બહાર આવી છે.વિજિલન્સ સૂત્રો પાસેથી પ્રાપ્ય માહિતી અનુસાર દારૂનો વેપલો કરતા મુન્ના ની વિરુદ્ધ ટેલિફોનિક તેમજ સોસીયલ મીડિયાના માધ્યમ થી અનેક લોકોએ સ્ટેટ વિજિલન્સ ના વડા ને રજૂઆતો કરવામાં આવતા સમગ્ર ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો.

Tags:    

Similar News