વિમેન્સ ફુટબોલ લીગ પ્રીલીમ્સની સોમવારથી થશે શરૂઆત

Update: 2016-10-14 12:08 GMT

ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશને એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે ફર્સ્ટ વિમેન્સ લીગના પ્રીલીમનરી રાઉન્ડની સોમવારે કટક ખાતેથી શરૂઆત થશે.

નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતુ કે સમગ્ર દેશમાંથી મહિલાઓની કુલ 10 ટીમો ભાગ લઇ રહી છે. જે રાષ્ટ્રીય કક્ષાએ ક્વોલિફાય થવા માટે રમશે.

ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યુ હતુ કે વિમેન્સ ફુટબોલનું પ્રમોશન કરવુ તે અમારી પ્રાયોરિટી રહેશે. તેમજ અમારો મુખ્ય હેતુ એએફસી એશિયન કપ 2018 માટે ક્વોલિફાય થવાનો રહેશે. તેમજ આ લીગ આપણા દેશની મહિલા ફુટબોલ ખેલાડીઓ માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ભારતના ફુટબોલ જગતમાં આ એક ઐતિહાસિક ક્ષણ છે. દેશની ગણી ગાંઠી મહિલા ફુટબોલરો જ વિદેશમાં તેમનો દેખાવ કરી શકી છે. જ્યારે ઘર આંગણે જ આવી લીગના આયોજનથી મહિલા ફુટબોલરને તેમની પ્રતિભા સાબિત કરવાની સારી તક મળશે.

Similar News