શાળાઓ નું ઉપવન ફૂલ સમાન બાળકો થી ખીલી ઉઠયું

Update: 2016-06-06 06:52 GMT

પ્રથમ શૈક્ષણિક સત્ર નો પ્રારંભ

ઉનાળુ વેકેશન બાદ પ્રથમ શૈક્ષણિક સત્ર નો આજરોજ થી પ્રારંભ થયો છે.રજાઓમાં સુમસાન થઇ ગયેલ શાળાનું ઉપવન ફૂલ સમાન બાળકો થી ખીલી ઉઠયું છે.

ગુજરાત રાજ્ય બોર્ડની શાળાઓ એ પ્રથમ શૈક્ષણિક સત્રનાં શ્રી ગણેશ કર્યા છે.શાળામાં પ્રથમ દિવસ એટલેકે નાની મંડળી માં પ્રવેશ મેળવનાર ઘણાખરા બાળકોએ રુદન કરીને શાળાને ગુંજવી દીધી હતી,તો અન્ય બાળકોએ પોતાના મિત્રોનો સાથ મળતાજ મુખ પર ખૂશી રેલાવીને વેકેશન ની રજાઓ ની માણેલી મોજ નાં સંસ્મરણો વાગોળ્યા હતા.

નવો સ્કૂલ ડ્રેસ,બુટ,સ્કૂલ બેગ,પાણી બોટલ,નવા પુસ્તકો સાથે સજ્જ થઈને શાળાએ જતા બાળકોને પ્રથમ દિવસે શિક્ષકો દ્વારા પણ કુમકુમ તિલક કરીને આવકાર આપવામાં આવ્યો હતો.ન કેવળ શાળા પરંતુ જાહેર રસ્તાઓ પર પણ સ્કૂલ રિક્ષા,બસ સહિત વાહનો ની ચહલ પહલ થી પણ વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

Similar News