શિક્ષણ રૂપી સંસ્કારથી વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર કરનાર શિક્ષિકાના દેહદાન થકી સમાજને નવી રાહ ચીંધાય

Update: 2016-12-24 11:48 GMT

અંકલેશ્વર જીઆઇડીસીમાં ઔદ્યોગિક ક્ષેત્ર સહિત સામાજિક ક્ષેત્રે પણ આગવી ઓળખ ધરાવતા બુચ પરિવારના શિક્ષિકા અપર્ણાબેન ના દુઃખદ અવસાન બાદ તબીબી શિક્ષણ અર્થે તેઓના દેહનું દાન કરવામાં આવ્યુ છે.

અંકલેશ્વર જીઆઇડીસીની ગટ્ટુ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવીને વિદ્યાર્થીઓમાં શિક્ષણ રૂપી સંસ્કારનું સિંચન કરનાર અપર્ણાબેન બુચનું તારીખ 21મી ડિસેમ્બર 2016ના રોજ દુઃખદ અવસાન થયુ હતુ. તેઓની અંતિમ ઈચ્છા હતી કે તેમના મૃત્યુ બાદ દેહનું દાન કરવામાં આવે. બુચ પરિવાર દ્વારા સ્વ.અપર્ણાબેન બુચની અંતિમ ઈચ્છાને પૂર્ણ કરવા તબીબી શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ અર્થે દેહદાન કરવામાં આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે સ્વ.અપર્ણાબેન બુચના દિવંગત પતિ અનિલભાઈ બુચના દેહનું પણ શિક્ષણ અર્થે દાન કરવામાં આવ્યુ હતુ. બુચ દંપતીએ જીવતેજીવ શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે સેવાના યજ્ઞમાં આહુતિ આપી હતી તો મૃત્યુ બાદ પણ બુચ દંપતીએ દેહદાન કરીને સમાજને નવી રાહ ચીંધી છે.

Tags:    

Similar News