સલમાન ખાન સૈફની પુત્રી સારાઅલી ખાનને બોલીવુડમાં લોન્ચ કરશે

Update: 2017-05-10 06:46 GMT

અભિનેતા સલમાન ખાન ટૂંક સમયમાં પોતાના જીજાજી આયુષ શર્માને બોલીવુડમાં લોન્ચ કરવાનો છે, તેની આગામી ફિલ્મમાં આયુષ શર્મા સાથે સલમાન ખાન પોતાના મિત્ર એવા સૈફઅલી ખાનની પુત્રી સારાઅલી ખાન પટૌડીને પણ લોન્ચ કરશે.

આ ફિલ્મ કરણ જોહર અને સલમાન ખાનની જોઈન્ટ વેન્ચર હશે, જેમાં નવોદિતોને સ્થાન આપવામાં આવ્યુ છે, હાલ સલમાન પોતે જીજાજી આયુષ શર્માને અભિનયના પાઠ શીખવાડી રહ્યો છે, સલમાન ખાન પોતાના જીજાજી આયુષને બોલીવુડમાં લોન્ચ કરે એવી ઈચ્છા તેની બહેન અર્પિતાની હતી અને તેની બહેનની જીદ્દ સામે અભિનેતાએ નતમસ્તક થઈ જીજાજીને એક બિગ બજેટ ફિલ્મથી બોલીવુડની ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે, નિર્માતા કરણ જોહરની આ ફિલ્મ એક રોમેન્ટિક સ્ટાઈલમાં રસપ્રદ હશે, ફિલ્મ માટે આયુષ હાલ ફિટનેસ સેન્ટરોમાં પોતાની બોડીને ચુસ્ત બનાવી રહ્યો છે.

 

Similar News