સાક્ષી મલિકે પહેલવાન સત્યવ્રત સાથે કરી સગાઇ

Update: 2016-10-16 13:37 GMT

રિયો ઓલિમ્પિકમાં ભારત તરફથી સૌપ્રથમવાર કાંસ્ય ચંદ્રક જીતનાર મહિલા પહેલવાન તરીકે જાણીતી થયેલી સાક્ષી મલિકે તેમની સાથે પ્રેક્ટિસ કરતા પહેલવાન સત્યવ્રત કાદિયાન સાથે સાદા અંદાજમાં સગાઇ કરી હતી.

હરિયાણાની રહેવાસી સાક્ષી મલિકે રોહતક ખાતે પોતાના ઘરે 23 વર્ષીય સત્યવ્રત સાથે સગાઇ કરી હતી. સત્યવ્રતે તાજેતરમાં જ ભારત કેસરી દંગલમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.

સત્યવ્રતે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી સિલ્વર મેડલ જીત્યા હતા. અર્જુન એવોર્ડ વિજેતા પહેલવાન સત્યવાન સાક્ષી મલિકના ગુરૂ તેમજ સત્યવ્રતના પિતા છે.

Similar News