સાબરકાંઠા : “જયેશભાઈ જોરદાર” ફિલ્મનું શૂટિંગ, ઈડરની ગલીઓમાં ફિલ્મ સ્ટાર રણવીરસિંહ મોપેડ પર ફર્યો

Update: 2020-01-22 15:57 GMT

ઈડરિયા ગઢે ફરી એક વાર બોલીવુડનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. બોલીવુડ ફિલ્મ સ્ટાર રણવીરસિંહની આગામી ફિલ્મ “જયેશભાઈ જોરદાર” ફિલ્મનું શૂટિંગ છેલ્લા 3 દિવસથી ઈડરના ગઢ સહિત બજારોમાં થઇ રહ્યું છે.

ઈડરમાં છેલ્લા 3 દિવસથી મુંબઈથી શૂટિંગના રસાલા સાથે બોલિવૂડ ફિલ્મ સ્ટાર રણવીરસિંહ આવી પહોચ્યો છે. ઈડરના ગઢમાં જયેશભાઈ જોરદાર ફિલ્મનું શૂટિંગ 2 દિવસ કર્યા બાદ શહેરના ટાવર રોડ વિસ્તારમાં પણ શૂટિંગ કરાયું હતું. તો શૂટિંગ માટે ઈડરના લોકોએ સ્વયંભુ બજાર બંધ રાખ્યું હતું. રણવીરસિંહે આ ફિલ્મના શૂટિંગ બાદ મોપેડ ચાલકની પાછળ બેસી મુખ્ય બજરમાં ચક્કર માર્યો હતો.

ગુજરાતી વ્યક્તિના કિરદારને નિભાવી રહેલો રણવીરસિંહ કાયમની જેમ મસ્તમૌલા જેવો દેખાયો હતો, ત્યારે રણવીરસિંહે તેના ચાહકોને હાથ હલાવીને અભિવાદન કર્યુ હતું. સવારથી જ પોલીસ અને લોકોએ ફિલ્મના શૂટિંગ માટે બજાર વિસ્તારને બંધ કર્યો હતો. જોકે પંદરેક વર્ષ પહેલા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના આલ્બમ ‘કભી-કભી’નું શૂટિંગ ઇડર ગઢમાં કર્યું હતું, ત્યારે હવે ફરી એક વાર બોલીવુડ ફિલ્મ સ્ટાર રણવીરસિંહના ફિલ્મનું શૂટિંગ જોયાની લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

Tags:    

Similar News