સુરત: અનાજ ના મળતા રેશનીંગની દુકાને લોકોએ કર્યો હલ્લાબોલ

Update: 2019-02-06 12:05 GMT

  • કેટલાય સમયથી અનાજ હોવા છતાં દુકાંદાર ખવડાવતો હતો ધરમ ધક્કા.
  • રેશન કાર્ડ હોવા છતાં અનાજ આપવા દુકાનદારે પાડી ના.
  • કંટાળેલી મહિલાઓએ રાશનની દુકાને ઘેરો ઘાલી અધિકારીઓને કરી જાણ.

સુરતાના ભાઠા વિસ્તારમાં રેશનીંગનું અનાજ આપવા દઉકાનદારે ન્નન્નો ભણતા કંટાળેલી મહિલાઓએ આખરે દુકાને ધસી જઈ ધેરો ઘાલી ઘટના અંગે અધિકારીઓને જાણ કરી હંગામો મચાવ્યો હતો.

સુરતના ભાઠા વિસ્તારમાં ગરીબોને અનાજ મળવા પાત્ર અનાજ રાશનકાર્ડ હોવા છતાં ભાઠા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક દ્વારા તમારો અંગુઠો નથી આવતો,અનાજ નથી, મારી પાસે તમારા કાર્ડની કોઇ એન્ટ્રી નથી જેવા વિવિધ બહાના કાઢી એનકેન પ્રકારે મહિલાઓને ઘરમ ધક્કા ખવડાતો હોય કંટાળીને આ વિસ્તારની શ્રમજીવિ મહિલાઓએ સસ્તા અનાજ્ની દુકા પર ધસી જઈ તેને ઘેરો ધાલી અધિકારીઓને જાણ કરી હંગામો મચાવ્યો હતો.

મહિલાઓના કહેવા મુજબ આ દુકનદાર અમારા હક્કનું અનાજ કેટલાય સમયથી ડકારી જાય છે અને જયારે અમે કાર્ડ લઈ લેવા આવીએ છીએ ત્યારે જ અનાજ નથી ના બહાના કાઢી અમને અનાજ આપવા નનૈયો ભણી ધરમ ધકકા ખવડાવે છે. આ અંગે અમે તમામે સરકારના રાશન વિભાગના અધિકારીઓને પણ જાણ કરી હોવા છતાં પણ તેઓ દ્વારા હજુ સુધી કોઇ પગલા ન ભરાતા અને ધરમ ધક્કાથી ક6ટાળીને અમારે આજે દુકાનને ઘેરો ઘાલવો પડ્યો છે. શું ગરીબ હોવું ગુનો છે? શું અમારૂ રાશન કાર્ડ ખોટું છે? જો સાચુ હોય તો અમારા ભાગનું અનાજ કયાં ? વિગેરે વેધક સવાલો પણ ઉચ્ચારી પોતાના હક્ક માટે જરૂ પડે રસ્તે પન ઉતરી પડીશુંની ચિમકી પણ ઉચ્ચારી હતી.

Tags:    

Similar News