સોમાલિયામાં આતંકી હુમલામાં 189નાં મોત

Update: 2017-10-16 06:46 GMT

સોમાલિયાની રાજધાની મોગાદીશુંમાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો હતો,જેમાં 189 થી વધુ લોકોનાં મોત થયા હતા , અને 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

સોમાલિયાનાં ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલી હોટલ સફારીની બહાર ટ્રક બોમ્બથી પ્રચંડ વિસ્ફોટ કરવામાં આવતા હોટલ કાટમાળામાં ફેરવાઈ ગઈ છે,વિસ્ફોટના કારણે હોટલનો મેટલ ગેટ અને સુરક્ષા દીવાર પણ ધ્વસ્ત થઈ ગઈ હતી, આ હોટલ નજીક જ વિદેશ મંત્રાલય અને અન્ય ઘણા મંત્રાલયની ઓફિસ આવેલી છે.

વધુમાં જાણવા મળ્યુ હતુ કે સોમાલિયામાં ઘટના બનવાના કારણે સોમાલિયાએ રાષ્ટ્રીય આપત્તિની જાહેરાત કરી છે, દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરાઈ છે. આ પ્રચંડ વિસ્ફોટ માટે સરકાર અલ કાયદા સાથે સંકળાયેલા અલ શબાબ આતંકી સંગઠનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.

 

Tags:    

Similar News