સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ ૮૫% કામ પુરૂ

Update: 2018-06-09 09:46 GMT

  • ૬૮ હજાર ટન સિમેન્ટ ક્રોક્રીટ અને ૫૭ ટન સ્ટીલ વપરાયુ-
  • સરદારની વિરાટકાય પ્રતિમાનુ ઓક્ટોબરમાં લોકાપર્ણ કરવા યુધ્ધના ધોરણે કામગીરી

વિશ્વની સર્વાધિક ઊંચી ૧૮૨ મીટરની સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર કાંસાનું આવરણ ચડાવવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે.

પ્રતિમાનું હજી ૮૫ ટકા કામ પૂરૂ થયુ અને લોકાર્પણ આડે હવે માંડ ચાર માસનો સમય બાકી છે. ભારેખમ કાંસાના પડખાને પ્રતિમા પર બેસાડવા કેવી ટ્રક અને ક્રેઈનની મદદ લેવી પડે છે. પ્રતિમાનો કમરની નીચેના ભાગનો આકાર હવે સ્પષ્ટ બન્યો છે.

ઘડના બાકીના હિસ્સાનાં બાંધકામમાં પણ હવે વેગ લાવવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં પ્રતિમાના નિર્માણ પાછળ ૬૮ હજાર ટન સિમેન્ટ ક્રોકીટ અને ૫૭ ટન સ્ટીલનો ઉપયોગ થઈ ચૂક્યો છે.

તા.૩૧ ઓક્ટોબરે સરદાર જયંતિના દિને વડાપ્રધાન પોતાના ડ્રીમ પ્રોજેકટનું લોકાર્પણ કરે તેવી સંભાવના છે. આથી કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. પ્રતિમાનું કોરદોલનું કામ પુરૃ થયા બદા સ્ટીલ વર્ક શરૂ થયુ હતુ. હવે કાંસાના પડખાં જડવાની કામગીરી આરંભાઈ છે.

Tags:    

Similar News