સ્પાઇસ જેટમાં મિનિમમ ટિકિટ દર 511

Update: 2016-05-17 06:41 GMT

એરલાઇન્સ કંપની સ્પાઇસ જેટે પોતાની 11મી વર્ષગાંઠ નિમિત્તિ મંગળવારે ખાસ ઓફરની જાહેરાત કરી હતી. જે મુજબ ડોમેસ્ટિક રૂટ પર વન-વે બેઝ ફેર 511 રૂપિયાથી શરૂ થશે તેમજ ઇન્ટરનેશનલ રૂટ પર વન-વે બેઝ ફેર 2111 રૂપિયાથી શરૂ થશે.

આ ખાસ સેલ ઓફરમાં 15 જૂનથી માંડીને 30 સપ્ટેમ્બર સુધી ડોમેસ્ટિક રૂટમાં મુસાફરી માટે ત્રણ દિવસ 17થી 19 મે સુધી બુકિંગ કરાવવાનું રહેશે. જ્યારે ઇન્ટરનેશનલ રૂટ માટે 1જૂનથી 20 જુલાઇની વચ્ચે મુસાફરી માટે બુકીંગ કરાવવાનું રહેશે.

આ ખાસ ઓફર ગોવા, પોર્ટ બ્લેર, કોચી, બેંગકોક, કોલમ્બો અને દુબઇ સહિતના રૂટ માટે લાગુ કરવામાં આવશે.

આ અંગે સ્પાઇસ જેટે એક જાણીતી ન્યૂઝ વેબસાઇટને જણાવ્યું હતું કે આ ખાસ ડિસ્કાઉન્ટ માત્ર વન-વે ફેર માટે ઉપલબ્ધ થશે.

Similar News