હવે આઇફોન અને આઇપેડ ધારકો કરી શકે વોટ્સ પર વોઇસ મેલ

Update: 2016-08-12 09:39 GMT

હાલના સમયમાં મેસેજીસ મોકલવા માટે વિશ્વભરમાં સૌથી લોકપ્રિય એપ્લિકેશન વોટ્સ એપમાં નવા ફીચરનો ઉમેરો કરવામાં આવ્યો છે.

આઇફોન અને આઇપેડ યુઝર્સ માટે આ નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં વોઇસમેલની શરૂઆત કરવામાં આવી છે. જો કોઇ યુઝર વોટ્સ એપ કોલનો જવાબ ન આપે તો તેના માટે વોઇસ મેલ મૂકી શકાશે.

જો કોઇ કારણથી કોલ રિજેક્ટ થતો હોય તો કોલ અગેઇન સાથે સેન્ડ વોઇસ મેલનો પણ વિકલ્પ આપવામાં આવશે.

વોઇસ મેલ અને કોલ બેક ફીચરના લોન્ચિંગ અંગે એપ્રિલ મહિનાથી ચર્ચા ચાલું હતી. ગત મહિને જ આ ફીચરનો બીટા યુઝર્સ ટેસ્ટિંગ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ જુલાઇ માસમાં વોટ્સ એપ દ્વારા આઇઓએસ યુઝર માટે ઇમોજી, વીડિયો રેકોર્ડિંગમાં ઇન અને આઉટ તેમજ એક સાથે ઘણાં બધા ચેટ્સ દૂર કરવા જેવા ફિચર્સ આપવામાં આવ્યા હતા.

Similar News