હવે કરન્‍સીની દુનિયામાં નવિનતા Bitcoin જેવી જ ક્રિપ્ટોકરન્સી માટે Facebook થઇ રહી છે સજ્જ

Update: 2018-05-14 04:54 GMT

સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક ક્રિપ્ટોકરન્સી લાવવાની તૈયારી કરી રહ્યાં છે. અહેવાલ મુજબ, ફેસબુકે બ્લોકચેન ડિવિઝન બનાવ્યું છે, જે વિષય પર ફેસબુકના અધિકારી ડેવિડ માર્કસે વાત કરી છે. હાલમાં, કંપનીએ તેના વિશે કોઈ માહિતી શેર કરી નથી.

ફેસબુકે ક્રિપ્ટોકરન્સીના અહેવાલ પછી આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અન્ય કંપનીઓની જેમ, ફેસબુક પણ બ્લોકચેન ટેકનોલોજીમાં શક્યતાઓ શોધી રહ્યું છે. આ માટે એક નાની ટીમ રાખવામાં આવી છે, જે આ ઓપ્શનને એક્સપ્લોર કરી રહ્યા છે. હાલ આના કરતાં વધુ શેર કરવા માટે એનારી પાસે છે નહી.' આ કેસમાં જણાવ્યા મુજબ, આ ક્ષણે ક્વોઈન જેવી કોઈ ઓફર કરવાની કોઈ યોજના ફેસબુકે પ્લાન કરી નથી.

ઉલ્લેખનીય છે કે બ્લોકચેન ટીમ નવા પ્લેટફોર્મ અને ઇન્ફ્રા હેઠળ કામ કરશે, જે કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર માઇક શોરોફરને આપવામાં આવ્યું છે. હાલમાં માઇક ફેસબુકના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ડિપાર્ટમેન્ટને સંભાળે છે. રિપોર્ટ મુજબ, વિશ્વની સૌથી મોટી ઑનલાઇન વ્યવહારોની કંપનીઓમાંની એક ફેસબુક પહેલાં ડેવિડ માર્કસ પેપલનો હિસ્સો હતો. ડિસેમ્બર ૨૦૧૭માં, તે અમેરિકન ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કોઈનબેઝ બોર્ડમાં જોડાયા હતા. પ્રશ્ન એ છે કે જો ફેસબુક ક્રિપ્ટો ટેક્સેશન લાવે છે, તો તે કંપની અને યુઝરોને કેવી રીતે ફાયદો થશે અને તે કેવી રીતે કામ કરશે તે જાણવું રસપ્રદ રહેશે. આ વાત આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.

 

Tags:    

Similar News