અમરેલી જિલ્લાના ડેડાણ ગામે કોમી એકતાનું પ્રતીક અને ડેડાણ બસ સ્ટેન્ડની શાન ગણાતા હજરત જન્નુનશાહ બાબાની દરગાહના ઉર્ષ શરિફની આન બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ડેડાણ ગામે હિન્દૂ મુસ્લિમ સમાજની આસ્થાનું પ્રતીક હજરત જન્નુનશાહ બાબા ડેડાણ બસ સ્ટેન્ડની શાન ગણાય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજરત જન્નુનશાહ બાબાની દરગાહના ઉર્ષ શરિફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચંગેજખાન ગુલજારખાન પઠાણના ઘરેથી સંદલ શરિફનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. અમરેલીના પ્રખ્યાત ઝંકાર બેન્ડ, ઘોડાઓ અને હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો સહીતના ગ્રામજનો સાથે ડેડાણ ગામના મેઈન બજારમાંથી પસાર થઈ દરગાહ શરીફ પર ચાદર ચઢાવવામાં આવી હતી. ઉર્ષમાં જોડાયેલા તમામ હિન્દૂ મુસ્લિમ સમાજના લોકો માટે નિયાઝ (પ્રસાદી) ખીરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે હજરત જન્નુનશાહ બાબાની દરગાહના ઉર્ષ શરિફની સરગાહ કમિટીના સભ્યો દ્વારા દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
