Connect Gujarat
Featured

અમરેલી : સેન્ટર પોઇન્ટ પાસે ઉભી રહી બોલેરો,અંદરથી ઉતરી યુવાને કરેલું કારસ્તાન તમે પણ જુઓ

અમરેલી : સેન્ટર પોઇન્ટ પાસે ઉભી રહી બોલેરો,અંદરથી ઉતરી યુવાને કરેલું કારસ્તાન તમે પણ જુઓ
X

અમરેલી શહેરના હાર્દસમા સેન્ટર પોઇન્ટ પાસે હવામાં ગોળીબાર કરનારા રાજકોટના યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે. શહેરમાં ધોળા દિવસે ફાયરીંગની ઘટના બાદ પોલીસે એકશનમાં આવી ચારે તરફ નાકાબંધી ગોઠવી દેતાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી…

અમરેલી શહેરમાં આવેલ ચિતલ રોડ ઉપર ’’ સેન્ટર પોઈન્ટ ’’ તરીકે ઓળખાતા સર્કલની પાસે રોડ ઉપર એક યુવાન પોતાની કાળા કાચ વાળી બોલેરો ગાડી લઇ આવી ગાડીમાંથી નીચે ઉતરી તેની પાસે રહેલ રીવોલ્વરથી હવામાં ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં એસઓજીની ટીમે સેન્ટર પોઇન્ટ નજીક આવેલાં સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી. જેમાં ફાયરીંગ કરી યુવાન બાબરા રોડ તરફ જતો હોવાનું જણાયું હતું. એેસ.ઓ.જી., એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની અલગ-અલગ ટીમો બનાવી વોચ ગોઠવી હતી. દરમિયાન ચિતલ-બાબરા પાસે બેરીકેટીંગ તથા કોર્ડન કરી આરોપીને ઝડપી લેવાયો હતો. ઝડપાયેલો આરોપી રાજકોટ જિલ્લાના ભંગડા ગામનો જયવીરસિંહ વાળા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વેબ્લી રીવોલ્વર, જીવતા કારતુસ સહિત કુલ 5 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story