અમરેલી : લીલીયાના બજારોમાં ગટરની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત, ધારાસભ્યએ વિરોધ સાથે કર્યા ધરણા

New Update
અમરેલી : લીલીયાના બજારોમાં ગટરની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત, ધારાસભ્યએ વિરોધ સાથે કર્યા ધરણા

અમરેલી જિલ્લાના લીલીયા શહેરના બજારોમાં ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો હતો, તો બીજી તરફ ધારાસભ્ય દ્વારા પણ વિરોધ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાના લીલીયા શહેરના બજારોમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લી ગટરો અને તેમાથી આવતી અતિશય દુર્ગંધના કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નિવેડો નહીં આવતા પાલિકા પ્રત્યે લોકોમાં રોષ જોવા મળ્યો હતો, ત્યારે લીલીયા ખાતે લોકોએ બજારો સ્વયંભૂ બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે લીલીયા ગામમાં વર્ષોથી ગટરના પાણી ઉભરાવવાના પ્રશ્ને મામલતદાર કચેરી ખાતે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા પણ ધરણા પ્રદર્શન યોજાયું હતું.

Read the Next Article

રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ થઈ સક્રિય, બે જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે. આજે બે જિલ્લામાં

New Update
varsad

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે.

આજે બે જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો આજે અમરેલી, ભાવનગર,બનાસકાંઠા, મહેસાણા,મહીસાગર, દાહોદમાં વરસાદનું  યલો એલર્ટ અપાયું છે.  આજે પંચમહાલ, સુરતમાં વરસાદનું યલો એલર્ટ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મઘ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા પોરબંદર, જામનગર સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા  મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. ઉપરાંત  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરામાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે.