અમરેલી : સાવરકુંડલા સહિતના અનેક વિસ્તારોમાં આવ્યા વરસાદી ઝાપટાં, કોદીયા ગામે કરા સાથે વરસ્યો વરસાદ

New Update
અમરેલી : સાવરકુંડલા સહિતના અનેક વિસ્તારોમાં આવ્યા વરસાદી ઝાપટાં, કોદીયા ગામે કરા સાથે વરસ્યો વરસાદ

અમરેલી જીલ્લાના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. જેમાં ખાંભા અને સાવરકુંડલા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા, ત્યારે ગરમીના અસહ્ય ઉકળાટમાં લોકોએ આંશિક ઠંડક અનુભવી હતી.

અમરેલી જીલ્લાના વાતાવરણમાં શનિવારના રોજ અચાનક પલટો આવ્યો હતો. જેમાં ખાંભા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું આવ્યું હતું. ભાડ અને વાંકિયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જોકે ઉનાળામાં કમોસમી માવઠું પડવાથી ખેતીના તલ અને બાજરી સહિતના પાકને પણ નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ અમરેલી, ખાંભા અને સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદ આવ્યો હતો.

ખાંભા શહેર અને નાનુડી સહિત આસપાસના ગામ તેમજ સાવરકુંડલાના આદસંગ અને ખોડીયાણા સહિત અસપાસના ગામોમાં વરસાદી માહોલ વચ્ચે લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. તો સાથે જ ખાંભાના કોદીયા ગામે પણ કરા સાથે વરસાદ વરસતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

Latest Stories