Connect Gujarat
Featured

અમરેલી : દરિયાની વચ્ચે તમે સલામત છો, શિયાળ બેટ કે જયાં કોરોનાનો એક પણ કેસ નથી

અમરેલી : દરિયાની વચ્ચે તમે સલામત છો, શિયાળ બેટ કે જયાં કોરોનાનો એક પણ કેસ નથી
X

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે પરંતુ અમરેલી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં હજી સુધી કોરોના તો શું તેનો પડછાયો પણ નથી પડ્યો…….આ ગામ છે મધદરિયે આવેલું શિયાળ બેટ……ત્યારે એવા તો શું કારણ છે કે હજી સુધી નથી થયો કોરોનાનો પ્રવેશ જુઓ આ રિપોર્ટમાં…

આ છે….દરિયો પાર કરીને જ્યાં પહોંચાય છે એવું શિયાળ બેટ ગામ….અમરેલી જીલ્લાના રાજુલા વિસ્તારનું આ એક એવું ગામ બન્યુ છે કે જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી……..આ ગામની 6 હજાર આસપાસની વસ્તી છે તેમજ દરિયાની વચ્ચે આવેલો ટાપુ હોવાથી આ ગામના લોકોએ એક અલગ જ માહોલમાં જીવી રહ્યા છે તો અન્ય લોકો સાથે આ ગામના લોકોનો સંપર્ક પણ ઓછો રહે છે. જેથી આ ગામ કોરોનાની મહામારી સામે આજ દિન સુધી કોરોનાની લહેરમાં ટકી રહ્યું છે. કોરોનાની લહેર શરૂ થઇ ત્યારથી જ ગામ લોકોએ માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ પર પૂરતો ભાર મુક્યો છે…અત્યાર સુધીમાં 5000 માસ્ક વિતરણ કરવામાં આવ્યું છે તેમજ સલામતીના તમામ પગલાં ભરવામાં આવી રહયાં છે.

માત્ર તંત્ર જ નહિ પરંતુ ગામ લોકોએ પણ કોરોના સામે સતર્કતા દાખવી છે….સરકારની કોરોનાની તમામ ગાઈડ લાઈનો પાલન કરીને અત્યાર સુધી કોરોનાની લહેરોમાંથી આ ગામ બચતુ રહ્યું છે…..અને બિન જરૂરી લોકો બહાર ગામ જવાનું ટાળી રહ્યા છે તો બહારથી આવતા લોકો ગામમાં પ્રવેશે તો તેની પૂછપરછ કરાય છે અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરાય છે….તો આ ગામની બજારો પણ નિયમિત સેનેટાઇઝ કરાય છે……

તો અહીંના સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીનું માનીએ તો…..આ ગામના લોકો કોરોના સામે સતર્કતા દાખવવાની સાથે રક્ષણ મેળવવા માટે વેકસીનેશનમાં માટે પણ જાગૃતતા દર્શાવી રહ્યા છે ગામમાં એક પણ કોરોના કેસ ન હોવા છતા પણ ગામના લોકો મોટી સંખ્યામાં વેકસીનેશન કરાવી રહ્યા છે…..આ ગામમાં 426 થી વધુ લોકોએ વેકસીનેશન કરાવ્યું છે…..અને કોરોનાથી રક્ષણ મેળવવા તેમજ ગામમાં કોરોનાનો પગપેસરો ન થાય તેવા તમામ પગલાંઓ લઈ રહ્યા છે…..

ભરૂચ જિલ્લાના આલિયાબેટ બાદ અમરેલીના શિયાળબેટમાં પણ કોરોનાનો એક પણ કેસ નોંધાયો છે જેના માટે વહીવટીતંત્રની કામગીરીની સાથે સ્થાનિક લોકોની જાગૃતિને કારણભુત ગણી શકાય તેમ છે. શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોના લોકો હજી પણ જરૂર વગર પોતાના ઘરોની બહાર નીકળી રહયાં છે અને કોરોનાથી સંક્રમિત થઇ રહયાં છે. જો રાજયના અન્ય લોકો પણ આલિયાબેટ અને શિયાળ બેટના લોકોનું અનુકરણ કરે તો કદાચ કોરોનાની લહેરમાંથી આપણે સૌ ઉગરી જઇશું…

Next Story