New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/03142125/maxresdefault-25.jpg)
અમરેલી જિલ્લાના ગુંદાળા નજીક હાઇવે પર પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો ધોધ વહ્યો હતો, ત્યારે હજારો લિટર પાણીના વેડફાટ મામલે પાણી પુરવઠા તંત્ર અજાણ હોવાથી લોકો રોષે ભરાયા હતા.
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના બાબરા-રાજકોટ હાઇવે પર ગુંદાળા નજીક નર્મદા યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, ત્યારે અચાનક જ પાઇપલાઇન તૂટી જતા પાણીનો ધોધ વહ્યો હતો, ત્યારે માર્ગ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ સહિત વાહનચલાકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બાબરા-રાજકોટ હાઇવે પર ગુંદાળા નજીક નર્મદા યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જોકે પાઇપલાઇનના લિકેજીંગ મામલે અમરેલી પાણી પુરવઠા તંત્ર અજાણ હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
Latest Stories