અમરેલી : ટાયર પંચર બનાવતા યુવાનની ઉઘડી કિસ્મત, હવે સંભાળશે બગસરાની બાગદોર

અમરેલી : ટાયર પંચર બનાવતા યુવાનની ઉઘડી કિસ્મત, હવે સંભાળશે બગસરાની બાગદોર
New Update

બગસરામાં રહેતાં અને ટાયર પંચર બનાવવાનું કામ કરતાં યુવાનની કિસ્મતના દ્વાર ખુલી ગયાં છે. ભાજપે તેને વોર્ડ નંબર 2માંથી ટીકીટ તો આપી જ પણ વિજેતા બન્યાં બાદ નગરપાલિકાના પ્રમુખ પણ બનાવ્યાં છે.

રાજયમાં નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકાના પ્રમુખ ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. ટાયર પંચર બનાવતો યુવાન પરેશ ખીમસુરિયા નગરપાલિકાના પ્રમુખપદે આરૂઢ થયો છે. નગરપાલિકાની ચુંટણીમાં ભાજપે તેમને 2 નંબરના વોર્ડમાંથી ઉમેદવાર બનાવ્યાં હતાં. મતદારોએ તેમને વિજેતા પણ બનાવ્યાં અને વિજેતા બન્યાં બાદ ભાજપના મોવડીમંડળે તેમને પાલિકાના પ્રમુખની જવાબદારી સોંપી છે. પરેશ ખીમસુરિયા પોતાના પ્રચાર માટે પણ સાયકલ લઇને નીકળતાં હતાં. ટાયર પંચર બનાવતા યુવાનની મહેનત અને લગન જોઇ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ તેને ટીકીટ મળે તે માટે મહત્વની ભુમિકા ભજવી હતી. આમ ટાયર પંચર બનાવતા બનાવતાં પરેશ બગસરાના પ્રથમ નાગરિક બની ગયાં છે. હવે તેમણે વિકાસના કામો થકી મતદારોની કસોટીમાંથી પસાર થવું પડશે.

#Amreli #President #News #BJP #BJP4Gujarat #bagsaranagarpalika #tyrepunchershop #youthpresident
Here are a few more articles:
Read the Next Article