ભરૂચ કલેકટરને કરવામાં આવી રજુઆત

કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ગૌ પ્રેમીઓ દ્વારા રજુઆત કરાય

ગાય માતાની રક્ષા માટે કડક કાયદાની માંગ

ગૌ પાલન મંત્રાલય સ્થાપવા માંગ

ભરૂચમાં ગાય માતાના રક્ષણ માટે કડક કાયદો તેમજ ગૌ પાલન મંત્રાલયની સ્થાપના કરવાની માંગ સાથે ગૌ પ્રેમીઓએ વડાપ્રધાનને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબીધીને રજૂઆત કરવા માટે આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.આ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં ગૌમાતાના સંરક્ષણ, સંવર્ધન અને રાષ્ટ્રીય સન્માન માટે કેન્દ્ર સરકાર દ્વારા કડક કાયદો બનાવવાની તેમજ ગૌ પાલન મંત્રાલયની સ્થાપના કરવાની માંગ કરવામાં આવી છે.

અભિયાનના આગેવાનોના જણાવ્યા મુજબ, 27 એપ્રિલ 2026ના રોજ દેશમાં 5,100થી વધુ જગ્યાએ લાખો નાગરિકોના હસ્તાક્ષર સાથે આ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. હવે આ અભિયાનના બીજા તબક્કા તરીકે પ્રધાનમંત્રીને અગાઉ રજૂ કરાયેલા આવેદનપત્રની યાદ અપાવવા માટે દેશભરના જિલ્લા કલેક્ટરો મારફતે સ્મરણપત્ર આપવામાં આવી રહ્યું છે.

સ્મરણપત્રમાં ગૌવંશની સેવા, સુરક્ષા, સંવર્ધન અને સંચાલન માટે અસરકારક કાયદાકીય વ્યવસ્થા ઊભી કરવાની તેમજ ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન મળે તે માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.આ પ્રસંગે અભિયાન સાથે જોડાયેલા કાર્યકરો અને ગૌભક્તોએ હાજરી આપી હતી તથા સરકારને વહેલી તકે આ માંગણીઓ સ્વીકારવા અપીલ કરી હતી.