• અમુલ ડેરી દ્વારા મોટો નિર્ણયદૂધ ખરીદીના ભાવમાં વધારો

  • તા. 1 જૂનથી પ્રતિ કિલો ફેટમાં 10 રૂપિયાનો વધારો કરાયો

  • ભેંસના દૂધમાં પ્રતિ લિટર રૂ. 0.61થી રૂ. 0.72નો વધારો

  • ગાયના દૂધમાં પ્રતિ લિટર રૂ. 0.43થી રૂ. 0.45નો વધારો

  • વધતા ખર્ચ વચ્ચે ખેડૂતોના હિતમાં અમુલ ડેરી દ્વારા નિર્ણય

3 જિલ્લાને સાંકળતી આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં આગામી તા. 1 જૂન 2026થી પ્રતિ કિલો ફેટમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

હાલની વૈશ્વિક પરિસ્થિતિ સમગ્ર વિશ્વના ઉદ્યોગ અને વેપાર માટે અનુકૂળ નથી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સતત યુદ્ધના કારણે તેલ આધારિત દેશો તેમજ વિવિધ ઉદ્યોગોના વ્યવસાય પર ગંભીર દબાણ ઊભું થયું છે. જેથી ડેરી ઉદ્યોગ પણ અસરગ્રસ્ત થયો છેત્યારે આ તમામ પડકારો અને વધતા ખર્ચ વચ્ચે પણ આણંદની અમૂલ ડેરી હંમેશા પશુપાલકોના હિતને પ્રથમ સ્થાન આપે છે. અમુલ ડેરી નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકોને આગામી તા. 1 જૂન 2026થી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો આપવામાં આવશે. આમ દૂધના ખરીદ ભાવમાં હવે પ્રતિકિલો ફેટે રૂપિયા 865થી વધારી 875આપવામાં આવશે.

આ વધારાના કારણે 6.00% ફેટવાળા ભેંસ દૂધના પ્રતિ લિટર ભાવમાં રૂ. 0.61નો વધારો થઈ રૂ. 54.05 પ્રતિ લિટર તથા 7.00% ફેટવાળા દૂધના પ્રતિ લિટર ભાવમાં રૂ. 0.72નો વધારો થઈ રૂ. 63.06 પ્રતિ લિટર થશે. તે જ રીતે ગાય દૂધના ખરીદી ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરી હંમેશા ખેડૂતો અને પશુપાલકોના આર્થિક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રહી છેઅને ભવિષ્યમાં પણ આ દિશામાં સતત કાર્ય કરતી રહેશે. આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારવાઇસ ચેરમેન વિજય પટેલપૂર્વ ચેરમેન અને ડીરેકટર વિપુલ પટેલકાંતિ સોઢા પરમારરાજેશ પાઠક સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા