“અંધાધૂંધી” : દિલ્હીની હોસ્પિટલમાં બેડ ખૂટી જતાં એક જ બેડ પર 2 કોવિડના દર્દીઓની કરાઇ સારવાર

New Update
“અંધાધૂંધી” : દિલ્હીની હોસ્પિટલમાં બેડ ખૂટી જતાં એક જ બેડ પર 2 કોવિડના દર્દીઓની કરાઇ સારવાર

ભારતમાં કોરોના વાયરસે ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. એક જ દિવસમાં કોરોનાના નવા કેસોએ 2.16 લાખનો આંકડો પાર કરી લીધો છે. પ્રથમ લહેરમાં તો 97 હજાર કેસ પર જ પીક આવી ગઈ હતી. પરંતુ આ વખતે બીજી લહેર લગભગ સવા બે ગણી વધુ પર પહોંચી જવા પામી છે.

ભારતમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે, ત્યારે દેશના 10 રાજ્યોમાં મોટી સંખ્યામાં કોવિડ-19ના કેસો રોજિંદા ધોરણે આવી રહ્યા છે. હવે હાલત એવી છે કે, હોસ્પિટલોમાં અંધાધૂંધી થઈ ગઈ છે. જેમાં કોરોનાના દર્દીઓ માટે બેડ અને ઓક્સિજન પણ ખૂટી પડ્યા છે, ત્યારે દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં એક જ બેડ પર 2 કોવિડ-19 દર્દીઓને સૂવડાવી સારવાર કરવામાં આવી રહી છે. હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે બેડ ખૂટી જતાં હોસ્પિટલ તંત્ર દ્વારા એક જ બેડ પર 2 દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.

Latest Stories