અંકલેશ્વરમાં હાથ ધરાય કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી
વિવિધ હોટલોમાં કરવામાં આવ્યું ચેકીંગ
2 હોટલ સીલ કરાઈ
48 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
અંકલેશ્વર નગર સેવા સદન અને ફૂડ એન્ડ ડ્રગ વિભાવ દ્વારા વિવિધ હોટલોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નિયમોના ઉલ્લંઘન બદલ 2 હોટલ સીલ કરવામાં આવી છે જ્યારે 48 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો
ભરૂચના પાલેજમાં હોટલમાં ભોજન કર્યા બાદ સગીરના મોતની ઘટના સામે આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યો છે. ભરૂચ બાદ હવે અંકલેશ્વર શહેર અને જૂના નેશનલ હાઈવે નંબર-8 પર આવેલી હોટલો, લારી-ગલ્લાં અને આઈસ્ક્રીમ પાર્લરોમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકાની ટીમે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.ચેકિંગ દરમિયાન વિવિધ સ્થળોએ મળી આવેલા 48 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લઈ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.જૂના નેશનલ હાઈવે પર આવેલી ન્યૂ ભંડાર રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળી હતી. ઉપરાંત રેસ્ટોરન્ટ પાસે માન્ય ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવતા ટીમે રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરાવ્યું હતું.આ ઉપરાંત ખોડિયાર કાઠિયાવાડી હોટલમાં ફૂડ લાયસન્સ સમયસર રિન્યૂ ન કરાવવામાં આવ્યું હોવાનું જણાતા એકમને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર નગરપાલિકાની ટીમે હોટલોમાં જોવા મળેલી અસ્વચ્છતા બદલ કુલ રૂ. 1,500નો રોકડ દંડ વસૂલ્યો હતો. જ્યારે પાંચથી વધુ એકમોને સ્વચ્છતા જાળવવા અંગે કડક નોટિસ આપવામાં આવી હતી.ફૂડ વિભાગની આ કાર્યવાહીથી અંકલેશ્વર શહેર અને હાઈવે પર ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
