અંકલેશ્વર ખાતે SBI Life Insuranceની નવી બ્રાન્ચનું ઉઘટન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં SBI Lifeના પ્રાદેશિક અધિકારીઓ સહિત સરકારી તથા વહીવટી તંત્રના મહાનુભાવો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પ્રાદેશિક ડિરેક્ટર  પ્રભાત ચૌબે, પ્રાદેશિક મેનેજર રાજીવ કુમાર ચૌધરી અને ડેપ્યુટી પ્રાદેશિક મેનેજર  જિતેન્દ્ર બચાણી સહિતના SBI Lifeના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અંકલેશ્વર સ્ટેશન રોડ સ્થિત ઓમકાર-2 ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન SBI Lifeની સેવાઓ અને ગ્રાહકોને આપવામાં આવતી સુવિધાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.