અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

જીઆઇડીસીમાં આયોજન કરાયું

ડી.એ.આણંદપુરા વિચાર મંચની પ્રથમ બેઠક યોજાઇ

મંથન બેઠકનું કરવામાં આવ્યું આયોજન

ઉદ્યોગ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સમાજોપયોગી કાર્યોને આગળ ધપાવવાના હેતુથી રચાયેલા શ્રી ડી. એ. આણંદપુરા વિચાર મંચની પ્રથમ વિષય મંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાતના ઔદ્યોગિક અને સામાજિક વિકાસના પ્રણેતા ડાહ્યાભાઈ આણંદપુરાના ઉચ્ચ વિચારો તથા સમાજોપયોગી કાર્યોને આગળ ધપાવવાના હેતુથી રચાયેલા શ્રી ડી. એ. આણંદપુરા વિચાર મંચની પ્રથમ વિષય મંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

“ઔદ્યોગિક વિકાસ અને સામાજિક ઉત્તરદાયિત્વ” વિષયને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ બેઠક અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ  પી. ડી. શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના પ્રવૃત્તિ ખંડ ખાતે યોજાઈ હતી.બેઠકનો મુખ્ય ઉદ્દેશ સદવિચારોનું મંથન કરી સમાજના સર્વાંગી વિકાસ માટે રચનાત્મક કાર્યોને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. આ પ્રસંગેઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની જરૂરિયાત અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.શ્રી ડી. એ. આણંદપુરા વિચાર મંચ દ્વારા ભવિષ્યમાં પણ સમાજહિત, સદવિચાર, શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ અને માનવકલ્યાણને લગતા વિવિધ વિષયો પર વિચાર મંથન તથા સમાજોપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ સંસ્થા દ્વારા દર મહિને એક બેઠક યોજાશે જેમાં ખ્યાતનામ વકતાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી એન.કે.નાવડીયા, હિતેન આણંદપુરા,મનોજ આણંદપુરા,નરેશ પુજારા હરીશ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા