અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન પેઇન્ટ્સ કંપનીમાંથી વેસ્ટ બંગાળ લઈ જવાતા કલરનો માલ જથ્થો સગેવગે કરવાના મામલામાં પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરની એશિયન પેઇન્ટ્સ કંપનીમાંથી પશ્ચિમ બંગાળના હુગલી ખાતે ટ્રક નંબર-જી.જે.06.ઝેડ.ઝેડ.2870માં ભરી ટ્રક ચાલક પ્રભાત હીરા ઠાકોર કલર માલ 1790 નંગ બોક્સ રૂપિયા 43 લાખથી વધુનો મુદ્દામાલ લઇ જવા રવાનો થયો હતો..

જે બાદ ટ્રકનું જી.પીએસ.ચેક કરતા તે બંધ હોવા સાથે ચાલકનો ફોન પણ બંધ આવ્યો હતો અને આ ટ્રક વડોદરાની ડુમાડ ચોકડી નજીકથી ખાલી હાલતમાં મળી આવી અને તેમાં રહેલ તમામ કલરનો જથ્થો સગેવગે થયો હોવાનું ધ્યાન પર આવતા ડેલ્હીવેરી ફેઈટ સર્વિસીસ કંપનીમાં લોસ એન્ડ પ્રિવીયેન્સન ડિપાર્ટમેન્ટમાં સિનિયર સિક્યુરિટી મેનેજર મહેન્દ્ર રમણલાલ પરમારે હરેન્દ્રસિંહ પરમાર અને ટ્રક ચાલક પ્રભાત હીરા ઠાકોર વિરુદ્ધ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે અગાઉ ચાર આરોપીની ધરપકડ કરી હતી..

જે બાદ આજરોજ મુંબઈ ઇસ્ટના કાંદિવલી સિંગે ચાલ હનુમાન નગર રોડ ઉપર રહેતો દિલીપ સોહનલાલ પ્રજાપતિ અને અશોકકુમાર સોનાજી રાનાજી ચૌધરીને મુંબઈ ખાતેથી ઝડપી પાડી કલરનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.