અંકલેશ્વર-હાંસોટ માહ્યાવંશી સમાજ દ્વારા કરાયું તેજસ્વી તારલાઓનું સન્માન!

New Update
અંકલેશ્વર-હાંસોટ માહ્યાવંશી સમાજ દ્વારા કરાયું તેજસ્વી તારલાઓનું સન્માન!

ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ તરફથી કરાયું આયોજન

ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ તરફથી સમાજના વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય એ હેતુ થી અંકલેશ્વર-હાંસોટ માહ્યાવંશી સમાજ દ્વારા છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન પ્રતિ વર્ષે સમાજના તેજસ્વી તારલાઓને સન્માનવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૯મી ઓગષ્ટ ૨૦૧૮ના રોજ માહ્યાવંશી સમાજના ઘોરણ ૧૦ અને ઘોરણ ૧૨માં એ-૧,એ-૨,બી-૧ ગ્રેડ મેળવિ ઉત્તીર્ણ થનાર તેમજ વિવિધ ક્ષેત્રે સિધ્ધિ મેળવી ડીગ્રી મેળવનાર પ્રથમ કક્ષાના વિદ્યાર્થીઓને સન્માનવાનો એક કાર્યક્ર્મ રમણ મુળજીની વાડી, ભરૂચી નાકા, હાંસોટ રોડ, અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ, અંકલેશ્વરના પ્રમુખ ઠાકોરભાઇ જી. પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે અંક્લેશ્વરના ડી.વાય.એસ.પી લગ્ધિરસિંહ એલ. ઝાલા તેમજ ભરૂચ નગર પાલિકાના કોર્પોરેટર અને સામાજીક કાર્યકર્તા મનહરભાઈ પરમાર ઉપસ્થીત રહ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવ્યા બાદ સ્વાગત પ્રવચન, દિપ પ્રાગટ્ય કરી પુષ્પગુચ્છ થી વિદ્યાર્થીઓનું સન્માન કરવા સાથે સમાજના વિશેષ વ્યક્તિઓનું સાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Latest Stories