/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/maxresdefault-98.jpg)
ઔદ્યોગિક સંકુલોમાં પ્રાથમિક સારવાર અંગેની જરૂરિયાતો વિષય ઉપર માહિતી આપવામાં આવી
અંકલેશ્વર જીઆઈડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિએટર ખાતે ઈન્ડિયન ઓક્યુપેશનલ હેલ્થ, અંકલેશ્વર અને ભરૂચ એકમના ઉપક્રમે ઔદ્યોગિક સંકુલોમાં પ્રાથમિક સારવાર અંગેની જરૂરિયાતો વિષય ઉપર સેમિનાર યોજાયો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતોમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ કામદારોને અકસ્માત કે દુર્ઘટના સમયે તાત્કાલિક પ્રાથમિક સારવાર કંપની સંકુલમાં જ કેવી રીતે મળી રહે તે માટે બેઝિક ઓક્યુપેશનલ હેલ્થ સર્વિસ કાર્યાન્વિત હોય છે. જે સંદર્ભે આજે અંકલેશ્વર ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનું ઉદ્ઘાટન યુ.પી.એલ.નાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર અશોક પંજવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
સેમિનાર દરમિયાન નિષ્ણાંતો દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ઉદ્યોગ સંકુલોમાં પ્રાથમિક સુવિધાને વધુ કારગત બનાવવા અને તેને અધ્યતન બનાવવા ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ગ્રૃપહેડ ડૉ. આર.રાજેશ, ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર ડૉ. શ્યામ પિંગ્લે, એક્યુપેશનલ હેલ્થ ફીઝીશિયન ડૉ. જગદીશ પરલીકર, યુપીએલનાં સુબોધ જોષી તેમજ અંકલેશઅવર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ તથા ઓક્યુપેશનલ હેલ્થ અંકલેશ્વર-ભરૂચ એકમનાં પ્રમુખ ડો. વિશાલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.