અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં રામજી મંદિર નજીક વનિયર દેખાતા ગામ લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તરત જ વન વિભાગને જાણ કરતા વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.વન વિભાગની ટીમે યોગ્ય તકેદારી સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વનિયરને સુરક્ષિત રીતે ઝડપી પાડ્યો હતો.

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝડપી પાડવામાં આવેલ વનિયરને તપાસ બાદ યોગ્ય વન વિસ્તારમાં છોડવામાં આવશે. ઘટનાના કારણે ગામ લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી.

