ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંદાડા ગામની ધી જ્ઞાનદીપ અનુપ કુંવરબા સ્કુલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની ધી જ્ઞાનદીપ અનુપ કુંવરબા સ્કુલ ખાતે હાંસોટ તાલુકા સ્થિત કાકા-બા હોસ્પિટલ અને અંકલેશ્વરની એશિયન પેઈન્ટ્સ કંપનીના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન તેમજ સારવાર શિબિર યોજાઈ હતી. જેમાં જરૂરિયાતમંદોને આંખના રોગો, કમર-મણકા, બાળ રોગ સહિતના વિવિધ રોગોનું નિદાન કરી તબીબો દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. સાથે જ આ કેમ્પનો મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોએ લાભ લીધો હતો.