ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ એક વર્ષની સાદી કેદની સજા પામેલા અને છેલ્લા બે માસથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાની સૂચના મુજબ સર્વેલન્સ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ભરૂચની કોર્ટના ફોજદારી કેસ નં. 6732/2026માં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે સજાથી બચવા આરોપી છેલ્લા બે માસથી ફરાર હતો.પોલીસે બાતમીના આધારે આરોપી ઇરફાન મહેબુબ પટેલ (ઉંમર 42 વર્ષ), રહે. માહીની ઉંડાઈ, પુષ્પબાગ, સાધના સ્કૂલ પાસે, ભરૂચને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપ્યો હતો.
ભરૂચ: ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં સજા પામેલો બે માસથી ફરાર આરોપી ઝડપાયો
