ભરૂચ શહેરના મુક્તિનગર સોસાયટીમાં આજે અચાનક એક વૃક્ષ માર્ગ પર ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષ નીચે પાર્ક કરાયેલી એક કાર અને બાઈક દટાઈ જતાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું.ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ જરૂરી સાધનોની મદદથી માર્ગ પર પડેલું વૃક્ષ હટાવી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. વૃક્ષ હટાવ્યા બાદ માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ સામાન્ય બની હતી.