ભરૂચના બંમ્બાખાના વિસ્તારમાં આજે માછીમારીની જાળમાં એક ઝેરી કોબ્રા ફસાઈ જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં નેચર એન્ડ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.રેસ્ક્યુઅર્સે ભારે સાવચેતી અને કુશળતા સાથે અંદાજે બે કલાક સુધી જાળમાંથી કોબ્રાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ કોબ્રાનું સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બાદમાં તેને માનવ વસાહતથી દૂર સુરક્ષિત કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
ભરૂચ: માછીમારીની જાળમાં ફસાયેલા ઝેરી કોબ્રાનું સફળ રેસ્ક્યુ, 2 કલાકની જહેમત બાદ સુરક્ષિત રીતે છોડાયો
