અંકલેશ્વર એસટી ડેપોમાં એસટી બસમાં ચઢવા જતી શિક્ષિકાના બેગમાંથી 45 હજારના મોબાઇલ ફોનની ચોરી કરી ખિસ્સા કાતરુ ફરાર થઇ ગયો હતો

ભરૂચના ઝઘડિયાના રોહિતવાસ સાંઈ બાબા મંદિર પાસે રહેતી ચૈતાલી કંચન સોલંકી અંકલેશ્વરના નવા બોર ભાઠા ખાતે આવેલ તક્ષશિલા સ્કૂલમાં શિક્ષિકા ફરજ બજાવે છે જેઓ ગત તારીખ-27મી માર્ચના રોજ બપોરે સ્કૂલેથી ઘરે જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર એસટી ડેપોમાં ઝઘડિયા જતી બસમાં ચઢવા જતા ખિસ્સા કાતરુઓ શિક્ષિકાના બેગમાં રહેલ ચેન ખોલી 45 હજારના ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચૈતાલી કંચન સોલંકીએ બેગમાં ચેક કરતા તેઓનો ફોન ચોરી થઈ ગયા હોવાનું માલુમ પડતા તેઓએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.