અંકલેશ્વર શહેરમાં આવેલ નોબારીયા શાળા ખાતે ત્રણ શાળાઓનો શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ એડિશનલ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ એમ.આઈ.પટેલની ઉપસ્થિતિમાં યોજાયો રાજ્યમાં આજથી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવનો મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે જેના ભાગરૂપે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,નગર પાલિકા તંત્ર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધી નગર સચિવાલયના એડિશનલ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ એમ.આઈ.પટેલની ઉપસ્થિતમાં નોબારિયા શાળા ખાતે ત્રણ શાળાઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના બાળકોને તિલક કરી શૈક્ષણિક કીટનું આપી શાળામાં પ્રવેશ કરાવાયો હતો આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા,શિક્ષણ સમિતિના અધ્યક્ષ કિંજલ ચૌહાણ,શાસનાધિકારી ભરત સલાટ,મિનેષ ગાંધી અને નરેન્દ્ર પટેલ તેમજ આમંત્રિતો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
અંકલેશ્વર: નોબારીયા શાળા ખાતે ત્રણ શાળાઓનો શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
રાજ્યમાં આજથી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવનો મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે
