અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ઝૂબેર પાર્ક નજીકના રહેણાંક વિસ્તારમાં રહેતી માત્ર અઢી વર્ષની બાળકી સંજના હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. સંજનાને જન્મ આપતાની સાથે જ તેની માતાનું નિધન થયું હતું. પરપ્રાંતિય પરિવાર પર આ આફત આવી પડી હતી ત્યાં જ બાળકીને જન્મજાત હ્રદય રોગની બીમારી હોવાનું બહાર આવ્યું હતું.

આ તરફ બાળકીના પિતા પણ સાથે ન હોવાથી તેના ફોય અને ફુવાજી દ્વારા તેની સારવાર માટે અનેક સ્થળોએ ડોટ લગાવવામાં આવી હતી જો કે સારવાર એટલી ખર્ચાળ હતી કે પરિવાર એનો ખર્ચ ભોગવી શકે એ માટે સક્ષમ ન હતો. આખરે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય રહેલ માત્ર અઢી વર્ષની બાળકીને સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેના ઓપરેશન માટે રૂપિયા 2 લાખની જરૂર છે ત્યારે પરિવારજનો દ્વારા તેમણે મદદ કરવા માટે દાનની અપીલ કરવામાં આવી છે. આ માટે આપ મોબાઈલ નંબર 8530297472 અથવા 8866077798નો સંપર્ક કરી શકો છો. અથવા બારકોડ સ્કેન કરી જરૂરી મદદ પણ આપ પહોંચાડી શકો છો.