ભરૂચ નગરપાલિકાની કાર્યવાહી

નાઈટ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

સફાઈ અંગે કડક ચેકીંગ

જાહેરમાં કચરાનો નિકાલ કરનાર દંડાયા

સ્વરછતા જાળવવા લોકોને અપીલ

ભરૂચ નગર સેવા સદન દ્વારા જાહેરમાં કચરો ફેંકનાર સામે લાલઆંખ કરવામાં આવી છે. તંત્રની ટીમ દ્વારા નાઈટ ચેકીંગ દરમ્યાન આવા તત્વો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે

ભરૂચ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને જાહેર સ્થળોએ કચરો નાખવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરી જાહેરમાં ખુલ્લો કચરો નાખતા નિયમભંગ કરનારાઓ સામે દંડ વસૂલવામાં આવ્યો હતો.મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ અને સેનેટરી ચેરમેન જીગીશા પટેલની આગેવાની હેઠળ નગરપાલિકાની ટીમોએ વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન જાહેર સ્થળોએ કચરો નાખતા લોકો સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.નગરપાલિકા દ્વારા શહેરીજનોને જાહેર સ્થળોએ કચરો ન નાખવા તેમજ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ સ્વચ્છતા જાળવવાના નિયમોનું પાલન નહીં કરનાર સામે આગામી દિવસોમાં પણ દંડાત્મક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ વધારવા તેમજ જાહેર સ્થળોને કચરામુક્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.