અંકલેશ્વરમાં બન્યો બનાવ
પંચાટી બજાર નજીકનો બનાવ
મોપેડ ખાડામાં ખાબકયું
મોપેડ સવાર 2 પૈકી 1 યુવાનનું મોત
એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના દુધીયાપીરની દરગાહ પાસે મોપેડ સવારોને અકસ્માત નડતા બે પૈકી એક યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.મોપેડ ગટર લાઇનના ખાડામાં ખાબકતા આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે
અંકલેશ્વરના સુરતી ભાગોળ ટેકરા ફળિયામાં રહેતા અલ્કેશ કાલિદાસ વસાવાનો ભાઈ રાકેશ વસાવા તેના ફોઈના દીકરા બિપિન ખોડાભાઈ વસાવા સાથે એક્ટિવા લઈ રામકુંડ સ્મશાન ખાતે અંતિમ વિધિ પૂર્ણ કરી ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન પંચાટી બજાર વડ તરફથી અંતરનાથ મહાદેવ તરફ જતા દુધીયાપીરની દરગાહ પાસે સામેથી આવતી એમ્બ્યુલન્સને પગલે એક્ટિવા ચાલકને કાબુ નહિ રહેતા એક્ટિવા રોડ ઉપર ગટર લાઈનના ખાડામાં પછડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં મોપેડ પર પાછળ બેઠેલા રાકેશ વસાવાને ગંભીર હાલતમાં પ્રથમ ગડખોલ અને ભરૂચ બાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
