અંકલેશ્વર : GIDCમાં રાત્રે વોક કરવા નીકળેલ યુવાનનો ફોન ઝૂટવી બાઇકસવાર ગઠિયો ફરાર

New Update
અંકલેશ્વર : GIDCમાં રાત્રે વોક કરવા નીકળેલ યુવાનનો ફોન ઝૂટવી બાઇકસવાર ગઠિયો ફરાર

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ વિઝન સ્કૂલ પાસે રાતે વોકિંગમાં નીકળેલ યુવાનનો ફોન ઝૂટવી બાઇક પર આવેલ બે ગઠિયા ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા તિર્થ રાખોલિયા ગત રોજ રાતે વોકિંગમાં નીકળ્યો હતો જે વિઝન સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બાઇક પર પાછળથી આવેલ બે ગઠિયાઓઅએ યુવાનનો મોબાઈલ ફોન ઝૂટવી ફરાર થઈ ગયા હતા મોબાઈલ ચીલ ઝડપ અંગે યુવાને જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તો આવી જ રીતે પાનસો ક્વાટર્સ પાસેથી પણ એક મોબાઈલ ફોનની ચીલ ઝડપની ઘટના બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Latest Stories